સુરતમાં જાહેરમાં થૂંકતા વ્યકિતને ઉઠક-બેઠક કરાવતો વીડિયો વાયરલ - સુરત
સુરતઃ શહેરને સ્વચ્છ રાખવા સુરત મહાનગર પાલિકા દ્વારા 15 ઓગસ્ટથી જાહેરમાં થૂંકવા કે કચરો કરવા પર 100 રૂપિયાના દંડની જાહેરાત કરવામાં આવી છે,ત્યારે સુરતમાં એક વ્યક્તિએ જાહેરમાં થુંકતા મનપાના અધિકારીએ તેની પાસે ઉઠક બેઠક કરાવી હતી અને આ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જો મર્યાદિત સમયમાં દંડ ન ભરે તો 1000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહે છે.