વડોદરામાં ચાલુ વરસાદે હેલ્મેટ સાથે ગરબા રમતા હોવાનો વિડીયો વાઇરલ - vadodara news
વડોદરા: વિશ્વ વિખ્યાત વડોદરા શહેરના ગરબા એક આગવી ઓળખ ધરાવે છે. જોકે હાલ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વિઘ્ન બન્યો છે. જોકે વરસાદી માહોલ વચ્ચે પણ ઉત્સવ પ્રેમી ગણાતી ગુજરાતની જનતા અને તેમાં પણ વડોદરા શહેરના ઉત્સવપ્રેમી લોકોને વરસાદી વિઘ્ન પણ રોકી શક્યું નહીં અને વરસાદી માહોલ અને ચાલુ વરસાદે ગરબા રમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.