જૂનાગઢઃ VHPએ શહેરી અને પ્રાચીન ગરબા કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - not to organize large scale Garba in Junagadh
જૂનાગઢ: આગામી નવરાત્રિનો તહેવાર નજીકના દિવસોમાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પાર્ટી પ્લોટ અને સાર્વજનિક સ્થળે ગરબાનું આયોજન કરવાથી કોરોનાનું સંક્રમણ વધુ વિસ્તરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને સોમવારે વિશ્વ હિન્દુ પરિષદે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પાર્ટી પ્લોટ અને સાર્વજનિક સ્થળે ગરબાના બદલે શહેરી અને પ્રાચીન ગરબા થાય તેવી વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી. આ સાથે જ VHPએ કોવિડ-19ના નિયમોના પાલન સાથે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પ્રાચીન કરવા કરવાની માગ પણ કરી હતી.
Last Updated : Sep 14, 2020, 4:42 PM IST