વડોદરામાં ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહનચાલકોને ગુલાબ અપાયા - વડોદરા ન્યૂઝ
વડોદરા: શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઠી ચાર રસ્તા નજીક વિસ્તારના વિવિધ પોઇન્ટ પર હેલ્મેટ પહેરેલ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ દ્વારા નવા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવા માં આવી રહ્યું છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે દન્ડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જે ટ્રાફિકના નિયમો પાલન કરી રહ્યા છે અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવી રહ્યા છે તેવા વાહન ચલકોને ગુલાબ આપી ટ્રાફિક પોલીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.