ગુજરાત

gujarat

ETV Bharat / videos

લોકડાઉન દિવસ 11ઃ 'માનવ સેવા એજ પ્રભુ સેવા', કચ્છમાં લોકોના ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે શાકભાજી - ETV BHARAT તરફથી અપીલ

By

Published : Apr 4, 2020, 7:40 PM IST

કચ્છઃ સમગ્ર દુનિયા સહિત દેશમાં પણ કોરોના વાયરસનો ખતરો વધતો જાય છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકડાઉનના 11માં દિવસે ETV BHARAT દ્વારા કચ્છની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. ETV BHARATએ કરેલા સર્વેક્ષણ મૂજબ કચ્છમાં લોકડાઉનનું ચૂસ્તપણે પાલન થતું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કચ્છમાં અત્યાર સુધી 1 જ પોઝિટિવ કેસ સામે આવ્યો છે, તંત્ર દ્વારા પણ સમગ્ર જિલ્લામાં ચાંપતી નજર રખાઇ રહી છે. આ સાથે લોકો લોકડાઉનમાં વધુમાં વધુ ઘરમાં રહે તે માટે કચ્છની સામાજીક અને સેવાભાવી સંસ્થા દ્વારા સેવા કાર્યો પણ કરાઈ રહ્યા છે. સેવાભાવી યુવાનો દ્વારા ઘરે ઘરે શાકભાજી પણ પહોંચાડવામાં આવી રહ્યા છે જેથી લોકો ઘરની બહાર ન નિકળે તો આ પ્રકારની સેવા કરતા સામાજીક અગ્રણી સાથે ETV BHARAT એ વાત કરી હતી જેમાં તેઓએ પણ સમગ્ર કચ્છવાસીઓ સહિત દેશવાસીઓને લોકડાઉનનો ચુસ્ત પણે પાલન કરવા વિનંતી કરી હતી. આપને પણ ETV BHARAT તરફથી અપીલ કરવામાં આવે છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

ABOUT THE AUTHOR

...view details