વીરપુરમાં જલારામ જ્યંતી નિમિતે 220 કિલોની કેક કાપી કરાઈ ઉજવણી
રાજકોટઃ જિલ્લાના વિરપુરમાં "જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો"ને જીવન મંત્ર બનાવનારા જલારામા બાપાના ધામમાં 200 વર્ષથી સતત સદાવ્રત ચાલુ છે, તે સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 220મી જન્મ જયંતી નિમિતે વીરપુરના સેવા ભાવિ યુવાનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની 220 કિલોની વિશાળ કેક બનાવવામાં આવી હતી. જેમાં જલારામ બાપાની આરતી ઉતારીને 220 કિલોની કેક કાપી વીરપુરવાસીઓ અને આવેલ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગ નિમિતે બહોળી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા પહોંચ્યાં હતાં. દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી.