રાજકોટમાં પત્નીની હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી - રાજકોટમાં પતિએ પત્નીની હત્યા કરી
રાજકોટઃ શહેરના ગાયત્રીનગરમાં રહેતા તરુણાબેન બાલકૃષ્ણ ટાંક નામની મહિલાને તેના પતિ કોઠારીયા વિસ્તારમાં આવેલા પોતાના નવા મકાનમાં સફાઈ કામ માટે લઈ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતાં પતિ બાલકૃષ્ણએ પત્નીના માથામાં સળિયાથી હુમલો કર્યો હતો. જેમાં પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પતિએ હત્યા કરી મહિલાના મૃતદેહને રાજકોટના 150ફૂટ રીંગરોડ પર આવેલા કણકોટ નજીક ફેંકી દીધો હતો. ત્યારબાદ પતિએ પોલીસ મથકમાં પત્ની ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ રાજકોટ આજીડેમ પોલીસને આ મમાલે આશંકા જતાં પોલીસે બાલકૃષ્ણની આગવીઢબે પૂછપરછ કરતાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે આરોપી પતિ અને તેના માસીના છોકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.