ગાંધી જ્યંતી નિમિત્તે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
પોરબંદરઃ ગાંધી જ્યંતીના દિવસે પશ્ચિમ રેલવે વિભાગ ભાવનગર મંડળ દ્વારા પોરબંદર રેલવે સ્ટેશન પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 300 રેલવે કર્મચારીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આ ઉપરાંત અધિકારીઓ અને તેમના પરિવારના સદસ્યો સહિત સ્વૈચ્છીક સંસ્થાઓના અગ્રણીઓએ શ્રમદાન કર્યું હતું. આ ઉપરાંત રેલવે સંસ્કૃતિની કમિટી દ્વારા નુકકડ નાટકનું આયોજન કરાયું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશો આપ્યો હતો. પ્લાસ્ટિકથી થતાં નુકસાન અંગે માહિતી અપાઈ હતી. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પ્લેટફોર્મ ખાતે કવરસેડ, અને સ્ટેશનની સુંદરતા માટે બનાવેલા મીની ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રમેશભાઇ ધડુકે ગાંધી ગેલેરીની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું હતું. સાંસદના હસ્તે રેલ્વે અધિકારી ઓને કાપડની થેલીનું વિતરણ કરાયું હતું.
Last Updated : Oct 4, 2019, 12:51 PM IST