કૃષિ બિલના વિરોધમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ શુક્રવારે બંધ રહેશે - farmers bill
કૃષિ બીલના વિરોધમાં ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે મોરબીના વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ તેને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા, કમીશન એજન્ટ, વેપારીઓ તેમજ જીલ્લા પંચાયત મોરબીના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, તાલુકા પંચાયત પ્રમુખ ફાતુબેન શેરશીયા જેવા પંચાયતના અગ્રણીઓએ પણ આ બંધના એલાનને ટેકો આપ્યો છે. આથી ગુરૂવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.