ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વન મહોત્સવનું આયોજન કરાયું - વન મહોત્સવનું આયોજન
ગીર સોમનાથઃ ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી સમસ્યાથી બચવા વૃક્ષોનું જતન કરવું અને વૃક્ષો વાવવા ખૂબ જરૂરી બન્યા છે. જે અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પોલીસની ટીમ સહિત ટ્રાફિક બ્રિગેડ જેવી તમામ પાંખો જોડાઈ હતી. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, વેરાવળ મામલતદાર, ચાંદેગરા નગરપાલિકાના પ્રમુખ, મંજુલા સુયાણી તેમજ ચીફ ઓફિસર જતીન મહેતાએ હાજરી આપી હતી.