લૂંટ અને હત્યા કેસઃ વલસાડ LCBએ ધરમપુરની વિજય દાદુ કિશન ગેંગના 10 આરોપીની કરી ધરપકડ - latest news of valsad
વલસાડઃ જિલ્લામાં ભૂતકાળમાં થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે ધરમપુરની વિજય દાદુ કિશન ગેંગના 10 આરોપીની ધરપકડ કરી છે. તેમના દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં 12 જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે. જેમાં ઘરફોડ ચોરી અને નાની મોટી ચોરીઓના અનેક કિસ્સાઓ સામેલ છે. ધરમપુરના આસુરા ખાતે દાદરી ફળીયામાં આવેલા સ્મશાનમાં ત્રણ માસ અગાઉ અંતિમવિધિ માટે મૂકવામાં આવેલી લોખંડના એંગલની પણ આ ગેંગ દ્વારા ચોરી કરવામાં આવી હતી. હતી. જેને લઇને હાલ ચોમાસા દરમિયાન અંતિમવિધિ માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.