વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લાવાસીઓને આપી નવા વર્ષની શુભેચ્છા... - valsad district bjp president kanu desai gives new year wish
વલસાડ: નવા વર્ષ પહેલા જ રાજ્ય સરકારે વાપી નગરપાલિકાના વિકાસનો નકશો મંજુર કરી દેતા વાપીવાસીઓને અનેક સુવિધાઓ-સવલતો મળી શકશે. એ બદલ વલસાડ ભાજપ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આભાર માન્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી વિધાનસાભાના ધારાસભ્ય કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપીનો વિકાસ નકશો મંજુર થયા બાદ અનેક સવલતો મળશે. વાપીવાસીઓની ગટર અને રસ્તાની સમસ્યા હલ થશે. દિવાળી પહેલાની આ ભેટ દરેક વલસાડવાસી માટે દિવાળીની ભેટ છે. તેમણે દિવાળી બાદ શરૂ થતા નવા વર્ષ માટે તમામ લોકો માટે, કાર્યકરો માટે સુખમય, સમૃદ્ધિમય બને તેવી શુભકામના પાઠવી હતી.