ગુજરાત

gujarat

ETV Bharat / videos

વલસાડ કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - વલસાડ કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ

By

Published : Aug 28, 2020, 7:31 PM IST

વલસાડ: વૈશ્વિક મહામારી કોરોનામાં એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા અને તબીબી ક્ષેત્રની લેવાતી પ્રવેશ પરીક્ષા JEE અને NEET મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પરીક્ષાઓ 13 સપ્ટેમ્બર પહેલાં યોજવા માટે સરકારને સૂચન કરવામાં આવ્યું હતું. જેથી કેન્દ્ર સરકાર દ્વારા JEE અને NEETની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. જે અંતર્ગત વલસાડ ખાતે પણ કોંગ્રેસે પરીક્ષા રદ કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details