વલસાડ કોંગ્રેસ ભૂલી સરદાર પટેલની ગરીમા, બુટ પહેરીને ચડ્યા પ્રતિમા પર - વલસાડ કોંગ્રેસ
વલસાડ: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થઈ રહેલા અત્યાચારો અને NRCના વિરોધ માટે કરવામાં આવી હતી. પરંતુ વિરોધ કરવા આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ ઉપરાંત કાંઈ દેખાતું ન હોય તેવું લાગી રહ્યું છે. સરકારના દરેક નિર્ણયમાં વિરોધ કરવા માટે રસ્તે નીકળી જતી કોંગ્રેસ હવે સરદાર પટેલની ગરીમાને પણ ભુલવા લાગી છે. કેન્ડલ માર્ચ દરમિયાન કોંગ્રેસના ગૌરાંગ પંડ્યા સરદાર પટેલની પ્રતિમા પર બુટ પહેરીની ચડી ગયા હતા.