અનુસૂચિત જાતિ વિશે વિવાદિત ટિપ્પણી કરતા વાલ્મિકી સમાજે સોનાક્ષી સિંહાના પૂતળા દહન કર્યું - movie
અરવલ્લી: અભિનેત્રી સોનાક્ષી સિંહા અને સિદ્ધાર્થ કાને અનુસૂચિત જાતિ વિશે એક ઇન્ટરવ્યુમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યુ હતું. જેનાથી અનુસૂચિત જાતિના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અરવલ્લી જિલ્લાના માલપુર નગરના અનુસૂચિત જાતિના લોકોએ સોનાક્ષી સિંહા અને સિદ્ધાર્થના પુતાળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે મામલતદારને આવેદનપત્ર આપી બંને ફિલ્મ કલાકારો સામે પોલીસ સ્ટેશનમાં FIR નોંધવા વિનંતી કરી હતી.