વાલિયાથી કોસંબા હાઈવેને જોડાતો માર્ગ છેલ્લા 15 વર્ષથી બિસ્માર - bharuch news
ભરૂચ: વાલિયાથી કોસંબા હાઈવેને જોડાતો માર્ગ છેલ્લાં 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે. તંત્રને અનેક વખત માર્ગની રજૂઆત કરવા છતાં પણ કામગીરી નહીં કરતા ચાર ગામના લોકો વિફર્યા હતા.વાલિયા-અંકલેશ્વર મુખ્ય માર્ગ બંધ કરી ચક્કજામ કરતા વાહન ચાલકો અટવાયા હતા. આ માર્ગની કામગીરી કરવામાં આવે તે માટે ચાર ગામના આગેવાનોએ અનેક કચેરીઓ રજૂઆત કરી છે, પરંતુ તંત્રમાં તાલમેલને અભાવે ચાર ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના વિરોધના પગલે વાલિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ માર્ગની કામગીરી વહેલી તકે કરવામાં નહીં આવે તો એક મહિના પછી એક પણ વાહન આ મુખ્ય માર્ગ પરથી પસાર નહીં થવા દેવા અંગે ચીમકી ઉચ્ચારી હતી.