નીતિન પટેલના બચાવમાં આવ્યા જીતુ વાઘાણી, કહ્યું કોંગ્રેસ સત્તા માટે કાવા દાવા કરી રહી છે - નીતિન પટેલ
ગાંધીનગરઃ નીતિન પટેલના એકલા પડ્યા અંગેના નિવેદન બાદ હવે જીતુ વાઘાણી નાયબ મુખ્ય પ્રધાનનો બચાવ કરવા આગળ આવ્યા છે. તેમણે જણાવ્યું કે, નીતિન પટેલની સમગ્ર વાત અલગ હતી. જેને વિપક્ષે મુદ્દો બનાવ્યો છે. નાયબ મુખ્ય પ્રધાનના નિવેદન આપવા સમયે હું પણ વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં હાજર હતો. નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ભાજપ વતી હું એકલો કોંગ્રેસ સાથે લડી રહ્યો છું અને એના માટે હું સક્ષમ પણ છું, પરંતુ કોંગ્રેસ પોતાનું ઘર સાચવી શકતું નથી અને સત્તાના પદ માટે લાળ ટપકાવવા લાગ્યું છે.
Last Updated : Mar 2, 2020, 8:49 PM IST