વડોદરામાં વર્ષનું પ્રથમ કંકણાકૃત સૂર્યગ્રહણ જોવા મળ્યું - સૂર્યગ્રહણ 2020
વડોદરાઃ જિલ્લામાં રવિવાર આ વર્ષનું પહેલું કંકણાકૃત સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળ્યો હતો. આ સૂર્યગ્રહણ સવારે 10 કલાકને 20 મિનિટ પર શરૂ થયું હતું. રિંગ ઓફ ફાયરથી જાણીતું કંકણાકૃત સૂર્યગ્રહણ ભારત ઉપરાંત એશિયાના દેશો નેપાળ, પાકિસ્તાન સાઉદી અરેબિયા, યુએઈ, રશિયા, આફ્રિકાના દેશો તેમજ દક્ષિણ પૂર્વ યુરોપના કેટલાક દેશો તેમજ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું.