વડોદરામાં પત્નીએ પતિ સામે દુષ્કર્મના આક્ષેપ સાથે નોંધાવી પોલીસ ફરિયાદ - વડોદરા પત્નીએ પતિ સામે દુષ્કર્મના આક્ષેપ સાથે નોંધાવી પોલીસ ફરિયાદ
વડોદરા : શહેરમાં પત્ની દ્વારા જ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પીડિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, પીડિતા લગ્ન પહેલા પતિ પાસે ટ્યુશન લેવા જતી હતી. તેમજ પીડિતા સાથે લગ્ન કરી પરિવારના સભ્યોએ ત્રાસ આપવાનો આક્ષેપ પણ પીડિતા દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, પીડિતાને મારવાની ધમકી આપતા પીડિતા સંબંધીના ઘરે દોડી આવી હતી. તેમજ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.