વડોદરા: અટલાદરા સનફાર્મા રોડ પર 12 ગાડીઓમાં અચાનક આગ
અટલાદરા સનફાર્મા રોડ પાસે ખુલ્લા મેદાનમાં 11 કારોમાં આગ લાગતા લોકો ભેગા થઈ ગયા હતા અને ભયનો મહોલ છવાયો હતા. આગના ગોટેગોટા આકાશમાં ઉડ્યા હતા. આગની જાણકારી ફાયર બ્રિગેડને મળતા GIDC ફાયર સ્ટેશન તથા વડીવાડી ફાયર સ્ટેશનના લાસ્કરો ગણતરીના સમયમાં પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની જાણ થતા જ જેપી પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગનુ કારણ જાણવા મળ્યુ નથી. પોલીસે તે તરફ તપાસ હાથ ધરી છે.