વર્ષનું અંતિમ ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું - અમેરિકન બનાવટના બે સોલાર ટેલિસ્કોપથી સૂર્યગ્રહણ નિહાળ્યું
વડોદરા : 26 ડિસેમ્બરના રોજ ભારતમાં વર્ષનું અંતિમ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. ત્યારે વડોદરામાં ગુરુદેવ વેદ શાળા અને ઊર્મિ સ્કૂલ દ્વારા સૂર્યગ્રહણ જોવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સૂર્યગ્રહણ જોવા માટે અમેરિકન બનાવટના બે સોલાર ટેલિસ્કોપ મંગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકોએ સૂર્યગ્રહણને પોતાની આંખોથી નિહાળ્યું હતું. આ સાથે સૂર્યગ્રહણનું વિશાળ પડદા પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યુ હતું.