APP પ્રભારી પર થયેલા હુમલા અંગે વડોદરામાં નિવાસી કલેકટરને આવેદન પાઠવી ન્યાયની માગ કરાઈ - attack on APP in-charge
વડોદરાઃ સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પાર્ટીના પ્રભારી રામ ધડુક પર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં વડોદરા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. ગતરોજ સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા આમઆદમી પાર્ટીના સંપર્ક કાર્યાલય પર પાર્ટીના સુરત શહેરના પ્રભારી રામ ધડુક પર કેટલાક તત્વો દ્વારા હુમલો કર્યો હતો. જેને લઈને આમ આદમી પાર્ટીના અગ્રણી અને હોદ્દેદારો જિલ્લા કક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમણે અધિક નિવાસી કલેકટર ડી.આર.પટેલને આવેદનપત્ર પાઠવી રાજકીય કાર્યકર્તા પર થતાં હુમલાઓ રોકવા માગ કરી હતી.