વડોદરામાં બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે ચક્કજામ - વડોદરામાં NSUI દ્વારા ચક્કાજામ
વડોદરા: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં ચક્કાજામ કરી બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. જે અંતર્ગત શનિવારે વડોદરા યુથ કોંગ્રેસે શહેરના રેસકોર્ષ પાસે ચક્કાજામ કરી પરીક્ષા રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. જેથી ગોત્રી પોલીસે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.