વડોદરા પોલીસ કમિશનરે કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામેલા પોલીસકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ - tributes to policemen
વડોદરાઃ અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ સોમાભાઈ અને ડી. જી. ઓફિસના જુનિયર ક્લાર્ક હિરેન પ્રજાપતિનું કોરોનાના કારણે મોત નીપજ્યું હતું. જે કારણે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કોરોના વાઈરસની જંગમાં બે પોલીસકર્મીઓનું નિધન થતા વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ ભવન ખાતે મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.