વડોદરાની ફાર્મા કંપનીના કામદારોએ પગાર બાબતે હોબાળો મચાવ્યો, પોલીસ કરાવી મેનેજમેન્ટ સાથે વાટાઘાટો - સાવલીમાં મજૂરોની હળતાળ
વડોદરા: સાવલી નજીકની GIDC કંપનીના 50 કરતાં વધુ કર્મચારીઓએ જાહેરમાં આવીને હોબાળો મચાવ્યો હતો. આ કામદારોએ સરકારની જાહેરાત મુજબ લોકડાઉનના સમયમાં પગાર અને બાઈક સાથે કામે આવવાની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કંપની મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી મામલો થાળે પાડ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે, કામદારો પોતાની બાઇક લઈ કામે આવી શકશે અને બાકી પગારમાં 50 ટકા ચૂકવણી માન્ય રાખવામાં આવશે.