વડોદરાઃ ગટર મિશ્રિત કાળું અને પીળાશ પડતું પાણી પીવા માટે મજબુર છે આ લોકો, તંત્ર છે નિદ્રાધીન - water mixed with sewage
વડોદરાઃ શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ કમલાનગર તળાવ પાસેના રામદેવ નગર 2માં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે. વારંવાર સ્થાનિક વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજૂ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોના પીવાના પાણીના નામે ગટર મિશ્રિત કાળું અને પીળાશ પડતું પાણી આવી રહ્યું છે. આ અંગે શિવસેના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે.