ગુજરાત

gujarat

ETV Bharat / videos

ફી નિયમનનું પાલન ન થતાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા DEO કચેરી ખાતે ધરણાં કરી વિરોધ કરાયો

By

Published : Oct 15, 2019, 8:27 PM IST

Updated : Oct 16, 2019, 8:00 AM IST

વડોદરા: ફી વધારા મામલે શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ જંગે ચઢ્યા છે. ફી નિયમન સમિતિની કાર્ય પદ્ધતિ સામે સવાલ ઉઠાવી વડોદરાનાં વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણાં પર બેસી ગયાં હતાં. DEO અને FRC સામે મેદાને પડેલાં વાલીઓએ આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી સાથે વિરોધ કર્યો હતો. વડોદરામાં છેલ્લાં બે વર્ષથી ખાનગી શાળાઓની મનમાની સામે ચાલતું વાલી ઓનું આંદોલન હવે ઉગ્ર બને તેવી શક્યતા છે અને તેનું કારણ છે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને ફી નિયમન સમિતિની વિવાદાસ્પદ કાર્યપદ્ધતિ. આડેધડ ફી વધારતાં ખાનગી શાળાનાં સંચાલકો સામે લડી રહેલાં વડોદરાનાં વાલીઓ DEO કચેરી ખાતે ધરણાં પર બેસી ગયાં હતાં. નારાજ વાલીઓનો આક્ષેપ છે કે, રાજ્ય સરકારે શાળાઓ દ્વારા વધારાતી ફી પર નિયંત્રણ લાવવા વર્ષ 2017માં ફી નિયમન સમિતિ બનાવી પરંતુ આ બે વર્ષમાં આ સમિતિ શાળાઓ દ્વારા વધારાતી ફીને નિયંત્રિત કરવામાં નાકામ રહી છે. અને હજી પણ શાળા સંચાલકોની મનમાની યથાવત છે. તેમજ વાલીઓની રજુઆત સાંભળી DEOએ આ શાળાઓને નોટિસ પાઠવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ધરણાં કરનાર વાલીઓએ બાદમાં વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.યુ.એન.રાઠોડને મળી આવેદનપત્ર આપ્યું હતું.
Last Updated : Oct 16, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details