વડોદરા M.S. યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અટવાયા - વડોદરા
વડોદરાઃ શહેરમાં પડેલા ભારે વરસાદથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને M.S. યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલ વિભાગમાં ખૂબ જ પાણી ભરાય ગયું હતું. જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. યુનિવર્સિટીના વી.સી., રજિસ્ટાર અને સિન્ડિકેટ સભ્યોએ હોસ્ટેલનીની મુલાકાત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી હતી.