વડોદરા : ટ્રેનમાં મહિલા યાત્રીની સુરક્ષા માટે ‘મેરી સહેલી યોજના’ અમલમાં મૂકાઈ - women passengers
વડોદરાઃ શહેરમાંથી ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે ‘મેરી સહેલી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. હવેથી RPFની મહિલા ટીમ મહિલા પ્રવાસીઓની વિગતો મેળવી તેની નોંધ રાખશે. ટ્રેનમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા અને તેમનો આત્મવિશ્વાસ વધે તે માટે વેસ્ટર્ન રેલવે દ્વારા નવી પહેલ કરવામાં આવી છે.