વડોદરાઃ તળાવમાંથી મળ્યો અજાણ્યા ઈસમનો મૃતદેહ - man dead body was found
વડોદરાઃ સયાજીપૂરા પાણીની ટાંકી સામે વુડાના મકાનો પાસે આવેલાં તળાવમાં અંદાજિત 52 વર્ષીય એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. ફાયર વિભાગે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં બાપોદ પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.