વડોદરા LCBએ વિદેશી દારૂ સહિત 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો - vadodara News
વડોદરા : જિલ્લા LCB પોલીસે કરજણ તાલુકાના કણભા ગામથી બોડકા ગામ તરફ જતાં માર્ગ પરથી વિદેશી શરાબ અને બિયરના જથ્થા ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપી પાડીને રુપિયા 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમાંથી બિયરની 31 પેટીઓ તેમજ 22 પેટીઓ વિદેશી દારૂની મળીને કુલ 1 લાખ 80 હજારનો જથ્થો જપ્ત કર્યો હતો. તેના વિરૂદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.