ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા : SSG હૉસ્પિટલના લેબ ટેક્નિશિયન્સને કાયમી ન કરાતા આવેદન અપાયું - ઉગ્ર આંદોલન

By

Published : Oct 26, 2020, 11:11 PM IST

વડોદરા : શહેરની સયાજી હોસ્પિટલમાં કામ કરતા 43 લેબ ટેક્નિશિયન્સ છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં તેમને કાયમી ન કરવામાં આવતા સોમવારે આ તમામ કર્મચારીઓએ મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ બાબતે રજૂઆત ગાંધીનગર ખાતે વારંવાર કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઇ નિરાકરણ કરવામાં આવ્યું નથી. જો આગામી સમયમાં આ સમસ્યાનો ઉકેલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી લેબ ટેક્નિશિયન્સ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details