જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમે મોતીબાગ મેદાન ખાતે કરી પ્રેક્ટિસ, આગામી 10 દિવસ કરશે રણજી મેચની તૈયારી... - વડોદરા જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમ
વડોદરાઃ જમ્મુ કાશ્મીરમાં 370 કલમ નાબુદી બાદ કાશ્મીર ક્રિકેટ કેમ્પ બંધ કરવામાં આવ્યા હતાં. જેને લઈ વડોદરા ખાતે જમ્મુ કાશ્મીર ટીમ ગુરૂવારની મોડી રાત્રે પહોંચી હતી. જે ટીમ શુક્રવારથી આગામી દસ દિવસ વડોદરામાં આવેલા મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરશે. રણજી સિઝન માટે વડોદરામાં પ્રેક્ટિસનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમના કોચ છે. જેની દેખરેખ હેઠળ ટીમ આજથી પ્રેક્ટિસ શરૂ કરી હતી.