કોરોના ઇફેક્ટઃ વડોદરામાં એસ.ટી.ડેપો અને રેલ્વે વિભાગ દ્વારા પણ તકેદારીના પગલાંની શરૂઆત - railway station on safety for coronavirus
વડોદરાઃ સમગ્ર દેશમાં કોરોનાં નો ખોફ વધવા પામ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાંનો એકપણ કેસ નોંધાયો નથી. છતાંય તકેદારીના ભાગરૂપે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાને રોકવા હવે એસ.ટી.વિભાગ પણ સતર્ક થયું છે. વડોદરામાં તમામ એસ.ટી.ડેપો ખાતે તમામ મુસાફરોની કાળજી લેવામાં આવી રહી છે, તેમજ બસોના હેન્ડલ,સીટ કવર સહિતની વસ્તુઓની સાફસફાઈ સાથે ડ્રાઇવરને જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઉપરાંત એસ.ટી.ડેપો ખાતે સાફસફાઈ સહિત સ્વચ્છતા રાખવામાં આવી રહી છે.