વડોદરામાં પાણીપુરીના યુનિટ પર સરપ્રાઈઝ ચેકીંગ, અખાદ્ય બટેકાનો નાશ કર્યો - Gujarat News
વડોદરાઃ ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં રોગચાળાએ દેખા દીધી છે. ત્યારે વડોદરા આરોગ્ય વિભાગ સફાળું જાગી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીના યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બે અલગ અલગ ટીમ બનાવી શહેરના ખોડિયાર નગર અને સંજય નગર અને વાઘોડિયા રોડ ખાતે પાણીપુરીના યુનિટો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યવાહીમાં વડોદરા કોર્પોરેશનની બે ટીમો કામે લાગી હતી અને આરોગ્ય વિભાગે અખાદ્ય પ્રદાર્થ, પાણી અને બાફેલા બટાકાનો જથ્થો નાશ કર્યો હતો.