વડોદરા દુષ્કર્મ કેસ: શહેરના વિવિધ સંગઠનોનું વિરોધ પ્રદર્શન - Organizations Protest
વડોદરા: શહેરના નવલખી મેદાન ખાતે સગીરા સાથે દુષ્કર્મ મામલો સામે આવ્યો હતો. જો કે, ચાર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે અત્યાર સુધી 100થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરી છે. આરોપીઓ ન પકાડાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સગીરા સાથે બે શખ્સોએ મળીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ નરાધમો ભાગી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ તો નોંધી છે. જો કે, ત્રણ દિવસ વિત્યા બાદ પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી, જેને લઈને શહેરમાં ઠેર ઠેર સામાજિક સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. વડોદરા શહેરના દાડીયા બજાર ચાર રસ્તા ખાતે મૌન દેખાવ કરી અને કાળી પટ્ટી ધારણ કરી ટીમ ગબ્બરના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મના આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી માગ કરી હતી.