વડોદરામાં ફુલનું વેચાણ કરતા વેપારીઓની જગ્યા છીનવાતા ઉગ્ર આંદોલનની ચીમકી - રાજ્યના મુખ્ય પ્રધાન
વડોદરાઃ શહેરના માળી સમાજના લોકો ન્યાયમંદિરના ફૂટપાટ પર ફૂલો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે માટે પાલિકા દ્વારા પાવતી આપી પૈસાની પણ વસુલાત કરવામાં આવે છે. નવનિર્મિત સુરસાગરના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન સહિત મહાનુભાવો આવવાના હોઈ વેપારીઓને થોડા સમય માટે હટી જવા પાલિકા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. વેપારીઓએ અધિકારીઓની સૂચના મુજબ સ્ટોલ, હટાવી લીધા હતા. ત્યારે, લોકાર્પણ બાદ વેપારીઓ પુનઃ સ્ટોલ લગાવવા જતાં પાલિકા દ્વારા અહીં સ્ટોલ નહીં લગાવા માટે કહેવામાં આવતાં શુક્રવારના રોજ વેપારીઓ પાલિકાની વડી કચેરીએ આવી પહોંચ્યા હતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. વેપારીઓએ જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.