વડોદરામાં 10 વર્ષથી ઈકો ફ્રેન્ડલી ગણપતિનું કરાય છે સ્થાપન - ઈકો ફ્રેન્ડલી ગણપતિ
વડોદરાઃ ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ ગજરાજ અને 108 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થપાન કર્યું હતું. વિશેષમાં ગણેશજીની સવારીમાં બે ગજરાજને સાથે રાખવામાં આવ્યા હતા. વડોદરાના પ્રખ્યાત નાસીક બેન્ડ પથક ગાંધર્વના કલાકારોએ સમગ્ર સવારીમાં આગવી શૈલીમાં ઢોલ વગાડીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ગણેશજીની આ સવારીમાં ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળના સભ્યો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતાં.