વડોદરામાં પાણી વેરો માફ કરોની માગ સાથે હોળી કરી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો - પાણી વેરો માફ કરોની માગ સાથે હોળી કરી
વડોદરાઃ છેલ્લા 10 થી 11 મહિનાઓ સુધી ગંદુ પાણી વિતરણ કર્યા પછી પણ વડોદરા મહાનગરપાલિકા હવે, નગરજનો પાસેથી પાણી વેરો વસૂલી રહી છે. જેને લઈને પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોમાં આક્રોશ ફેલાયો હતો, ત્યારે શિવસેના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં કાર્યકરોએ શહેરના ન્યુ VIP રોડ ખોડિયાર નગર ચાર રસ્તા ખાતે એકત્ર થઈ પોસ્ટરો સાથે પાણી વેરો માફ કરોના સુત્રોચ્ચારો કર્યા હતા અને પાણી વેરાની હોળી કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.