વડોદરાના પવલેપુર ગામમાં મગરના બચ્ચાને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્કયુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યું - ભક્તિનગર
વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામે ભક્તિનગરમાં ગાયના વાડામાં મગરનું બચ્ચું આવી ગયું હતું. આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટને કરાતા સંસ્થાના કાર્યકરોએ રેક્યુ કરી વન વિભાગના હવાલે કર્યો હતો. વાઇલ્ડલાઇફ રેક્મ ટ્રસ્ટના અરવિંદ પવારને વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામ ભક્તિનગરમાંથી ડે.સરપંચનો ફોન આવ્યો હતો કે, એક ગાયના વાડામાં મગરનું બચ્ચું આવી ગયું છે. આ અંગેની જાણ થતાં જ સંસ્થાના યુવરાજસિંહ રાજપૂત અને અન્ય કાર્યકરો તેમજ વાઘોડિયા વનવિભાગના વિજય પરમાર સાથે પહોંચી ગૌપાલકના ઘરની સામે ગાયના વાડામાંથી બે ફુટના મગરના બચ્ચાને રેસ્કયુ કરી વનવિભાગને સુપ્રત કરાયુ હતું.