વડોદરા જિલ્લાના કરજણના નવાબજારમાં આવેલ સીતારામ સુપર મોલમાં લાગી ભીષણ આગ - ફાયર બ્રિગેડે
વડોદરાઃ જિલ્લાના કરજણના નવાબજારમાં આવેલ સીતારામ સુપર મોલમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી હતી. જો કે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કરજણ નવાબજાર ખાતે આવેલ સીતારામ મોલની આજુબાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી હતી, જ્યારે મોલમાં રહેલી તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો.