વડોદરા જિલ્લા કલેક્ટરે એસ.એસ.જી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું - Vadodara
વડોદરાઃ કોરોનાં વાયરસની તકેદારી અંગે તંત્રની કામગીરીની સમીક્ષા કરતાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે એસ.એસ.જી હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં કરવામાં આવેલી વ્યવસ્થા નિહાળી હતી. તેમની સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવત તેમજ સયાજી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.રાજીવ દેવેશ્વર પણ જોડાયા હતા.
Last Updated : Mar 18, 2020, 4:44 AM IST
TAGGED:
Vadodara