વડોદરામાં કોરોનાનામાં લોહીની અછત ન સર્જાય તે માટે રક્તવાહીનીમાં લોહી આપવાની જિલ્લા કલેક્ટરની અપીલ - રક્તવાહીની
વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે રક્તની અછત સર્જાય નહીં તે માટે રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રક્તવાહીનીઓને જિલ્લા કલેકટરે પ્રસ્થાન કરાવી દાતાઓને રક્તદાન માટે અપીલ કરી છે. કોરોનાના કહેર વચ્ચે હાલ 21 દિવસના લોકડાઉનમાં રક્તની અછત ના વર્તાય તે માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સહિત બ્લડ બેંકોને અપીલ કરી હતી. જેને પગલે વડોદરા શહેરના કોઠી રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે રક્ત વાહીનીઓને પ્રસ્થાન કરાવી હતી. જે વાહિનીઓ વિવિધ વોર્ડમાં જઈ ઈચ્છુક રક્તદાતાને ઘરેથી લાવવા લઈ જવાની વ્યવસ્થા ઉપરાંત એકત્ર થયેલા રક્તને જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.