વડોદરા શહેર અને જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો - ભારત બંધ
વડોદરા શહેર અને જિલ્લામાં ભારત બંધને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. NRC અને CAAના વિરોધમાં ભારત બંધના એલાનને પાદરામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પાદરા ખાતે મુસ્લિમ અને દલિત સમાજ દ્વારા પાદરામાં બંધને લઈને પાદરાના અનેક વિસ્તારો બંધ જોવા મળ્યો હતો. જોકે આ બંધને લઈને ભાજપ, મોદી તેમજ અમિત શાહના હાય હાયના નારા લાગ્યા હતા. તેમજ સંવિધાન બચાઓ દેશ બચાઓના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.