ચીન સાથેની અથડામણમાં શહીદ થયેલા દેજવાનોને વડોદરા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પી - વડોદરા શહેર કોંગ્રેસ
વડોદરાઃ ભારત-ચીન બોર્ડરની ગલવાન ઘાટીમાં ચીનના નાપાક હરકતના કારણે શહીદ થયેલા ભારતીય સેનાના એક કમાન્ડર સહિત 20 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાયમંદિર સ્થિત ભગતસિંહ ચોક ખાતે યોજવામાં આપ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઋત્વિજ જોશી, પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસી કાઉન્સલરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમને વિર શહીદ જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી, ત્યારબાદ કેન્ડલ પ્રગટાવીને શહીદોને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.