વડોદરા શહેર યુથ કોંગ્રેસે ખાડાનો કાર્યક્રમ યોજી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો - વડોદરા કોંગ્રેસે તંત્રનો વિરોધ કર્યો
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા નગરી તંત્રના પાપે હવે ખાડોદરા તરીકે નામાંકિત થઈ છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકી, ઉભરાતી ડ્રેનેજો, પાણીની લાઈનમાં ભંગાણ પડવું, ભુવા પડવા તેમજ ખાડાઓ પડવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જેથી સોમવારે વડોદરા શહેર યુથ કોંગ્રેસે ડભોઇ રોડ યમુના મિલ ખાતે ખાડા મહોત્સવ યોજ્યો હતો. જેમાં યુથ કોંગ્રેસ મહામંત્રી ઉમંગ સોલંકીની આગેવાનીમાં કાર્યકરોએ ખાડામાં શ્રીફળ વધેરી 'ખાડો પૂરો'ના સૂત્રોચાર સાથે ખાડાઓ પૂરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.