ગાંધીનગર ખાતે ન્યાય કૂચમાં ભાગ લેવા જાય તે પહેલા વડોદરા શહેર કોંગ્રેસના 25 કાર્યકરોની ધરપકડ - કોંગ્રેસ પ્રવક્તા
વડોદરા : કેન્દ્ર સરકારની કૃષિ અને ખેડૂત વિરોધી મંજૂર કરવામાં આવેલા 3 બિલના વિરોધમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે ન્યાય કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરો ગાંધીનગર ખાતે ન્યાય કૂચમાં ભાગ લેવા જાય તે પહેલાં શહેર પોલીસ દ્વારા 25 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસ આગેવાન ઋત્વિજ જોષી, નિલેશ બ્રહ્મભટ્ટ, શહેર કોંગ્રેસ પ્રવક્તા અમીત ગોટીકર, વોર્ડ નંબર-14ના કોંગ્રેસ પ્રમુખ તિર્થ બ્રહ્મભટ્ટ, શહેર મંત્રી સન્ની ચૌહાણ સહિત અનેક કાર્યકરોની પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા શહેરમાં દીકરીના ઘરે આવેલા મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરજીવન પટેલની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.