વડોદરા શહેર કોંગ્રેસે ખાડા સપ્તાહ કાર્યક્રમ યોજી પાલિકાનો વિરોધ કર્યો - વડોદરામાં કોંગ્રેસે ખાડા સપ્તાહ કાર્યક્રમ યોજ્યો
વડોદરા: શહેરમાં રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા નિષ્ફળ નિવળેલા વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ શહેર કોંગ્રેસે ખાડા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આંદોલન છેડયું છે. જેના ભાગરૂપે શહેર કોંગ્રેસે સોમવારે મલ્હાર પોઇન્ટ ચાર રસ્તા ખાતે ભ્રષ્ટ શાસનના ખાડા સપ્તાહનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કોંગ્રેસે શહેરમાં પડેલા ખાડાઓમાં છોડવાઓ રોપી, બેનરો, પોસ્ટરો સાથે દેખાવો કર્યો હતો અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી આક્રોશ ઠાલવ્યો હતો.