Door to Door Corona vaccination : વડોદરામાં ભાજપ દ્વારા "હર ઘર દસ્તક” અંતર્ગત ઘરે ઘરે સંપર્ક કાર્યક્રમનો પ્રારંભ - maru ghar rashikaran corona mukt
વડોદરા શહેરમાં ભાજપ (Vadodara BJP) દ્વારા આયોજીત " હર ઘર દસ્તક” (Corona Free Har Ghar Dastak) અંતર્ગત ”મારૂ ઘર રસીકરણયુકત-કોરોના મુક્ત” બને તેમ માટે ડોર ટૂ ડોર સંપર્ક કાર્યક્રમનો (Door to Door Corona vaccination Campaign) પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને "કોરોના મુક્ત હર ઘર દસ્તક" અભિયાન અંતર્ગત સ્ટીકર મારવામાં આવ્યા હતા. દરેક ઘરમાં તમામ સભ્યોએ કોરોનાની વેક્સિન લીધી છે કે, કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાન મનીષાબેન વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ઘરે ઘરે ફરી કોરોનાની રસી માટે પ્રચાર કર્યો હતો.