વડોદરા ભીલીસ્તાન ટાઈગર સેનાએ કલેક્ટરને પાઠવ્યું આવેદન, કહ્યું- સૌરાષ્ટ્રના ભરવાડ, ચારણ અને રબારી સમાજનું આદિવાસી પ્રમાણપત્ર કરો રદ
વડોદરા: ભીલીસ્તાન ટાઇગર સેનાના વડોદરા જિલ્લાના પ્રમુખ પૂર્વેશ વસાવાની આગેવાની હેઠળ અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલને આવેદનપત્ર પાઠવી સૌરાષ્ટ્ર પ્રાંતના રબારી, ભરવાડ તેમજ ચારણ સમાજને આપવામાં આવેલા આદિવાસી પ્રમાણપત્ર રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યા હતા કે, આ પ્રકારે પ્રમાણપત્ર આપવાના કારણે સાચા આદિવાસી સમાજના બંધારણીય હક પર તરાપ મારવામાં આવી રહી છે. સેનાએ કાર્યવાહી નહીં કરવા પર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.